મોઢામાં મગ ભર્યા છે

(23)
  • 6.5k
  • 1.1k

મોઢામાં મગ ભર્યા છે ? કેમ તારું મોઢું સિવાયેલું છે ? શું મોઢામાં મગ ભર્યા છે? મંજરીના શબ્દોના બાણ એક પછી એક વરસતાં હતાં. ઘવાયેલી હરણીની માફક હીરલ તરફડતી હતી પણ એક અક્ષર સામો બોલતી નહી. બોલીને શું કરે કશું વળવાનું ન હતું. તે જાણતી હતી જો ઉંહકારો પણ ભરશે કે હા અથવા ના બોલશે તો રાતના પપ્પા આવે ત્યારે ઘરમાં મહાભરતનું યુદ્ધ થશે. માનસીના અકાળે મૃત્યુ પછી માના આગ્રહને માન આપી મુકેશે બીજીવાર લગ્ન કર્યા. હરણી જેવી હીરલ જ્યારે માતા વિહોણી બની ત્યારે માંડ ત્રણ વર્ષની હતી. મુકેશે મંજરી સાથે લગ્ન કર્યા ત્યારે નાની હીરલને મનહરભાઈ અને મજુએ પોતાની