કર્મનો કાયદો ભાગ - 28

  • 5.1k
  • 1
  • 1.3k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૮ પાપ અને પુણ્ય સામાન્ય રીતે લોકો કર્મના બે ભેદ પાડે છે, જેમાં એક પાપકર્મ અને એક પુણ્યકર્મના નામથી ઓળખાય છે. લેટેસ્ટ વિચારધારામાં પૉઝિટિવ થિન્કિંગ અને નેગેટિવ થિન્કિંગના નામથી પણ ઓળખે છે. ‘ભગવદ્‌ગીતા’ના મતે ત્રણ ગુણો પૈકી કર્મમાં જ્યારે સત્ત્વગુણ પ્રધાન હોય અને રજોગુણ તથા તમોગુણ ગૌણ હોય તેવાં કર્મો એ પુણ્યકર્મ કે પૉઝિટિવ કર્મ કહેવાય છે, જ્યારે રજોગુણ કે તમોગુણ પ્રધાન હોય ત્યારે તે કર્મો પાપકર્મ કે નેગેટિવ કર્મ કહેવાય છે. આપણા પ્રાચીન મત મુજબ પાપ કરનારને નર્ક અને પુણ્ય કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ઇસ્લામમાં પણ પાપ કરનારને દોઝખ અને