વિષ વેરણી ભાગ .૪

(53)
  • 5.7k
  • 2
  • 1.8k

રેસ્ટોરન્ટ માં એક કોર્નર નું ટેબલ પસંદ કર્યું સમીરા એ અને ચેર પર બેસતા ની સાથે જ મેનુ હાથ માં લીધું અને, મારી પસંદ નો મિક્ષ વેજ સૂપ, ચના મસાલા ,બટર પરોઠા, મસાલા પાપડ, છાસ,અને પનીર ભુરજી અનીય્ન સલાડ એવી રીતે તો ઓર્ડર કર્યા જાણે મને પહેલા થી જ પૂછી લીધું હોય, તેણી ઓર્ડર આપી અને મારી આંખો માં જોઈ રહી હતી, હું મારો ઉત્સાહ દબાવી રહ્યો હતો અને તેણી નું મુખડું ખીલી રહ્યું હતું, કઈ પણ હોય આજે એ મને ખુબ સુંદર લાગતી હતી, મારા થી રહેવાયું નહી એટલે મેં તેણી ને કહ્યું , “સમીરા એક વાત કહું “ “હા બોલ શું કહેવું છે તને” તેણી એ ઉતાવળા સ્વર માં કહ્યું, તેણી ના જમણા હાથ ની કોણી એ ટેબલ નો ટેકો લઇ અને હાથ હડપચી ઉપર રાખ્યો હતો તેણી ના વાળ જમણી આંખ અને ગાલ પર આછા આછા ફેલાઈ ગયા હતા, તેણી એ મારી આંખો માં આંખ નાખી અને પૂછ્યું...”શું કહેવું છે જલ્દી બોલ” “ સમીરા તું આજે ખુબજ સુંદર લાગે છે “ તેણી આ સાંભળી અને ખડખડાટ હસી પડી અને કહ્યું “ઓહ તો છેલ્લા બે વર્ષ થી હું કદરૂપી લગતી હતી એમ ” તેણી હવે મને ગમવા લાગી હતી,મને એમ લાગતું કે મને તેણી થી પ્રેમ થઈ ગયો છે,,પણ હું કોઈ રિસ્ક લેવા નહોતો માંગતો, ઉતાવળ માં આટલી સુશીલ અને સમજદાર મિત્ર ખોઈ બેસીસ તેનો ડર મને સતાવવા લાગ્યો, તેણી ના હળવા હળવા સ્મિત ના હળવા હળવા ઝાપટા તેણી ની આંખ માં દેખાઈ રહ્યા હતા, મને કોઈ તોફાની સંકેત મળી રહ્યા હતા, તેણી ના સુવાળા સ્પંદન મારી અંતરઆત્મા ને સ્પર્શી રહ્યા હતા, પહેલી વાર એવો અહેસાસ થઇ રહ્યો હતો જાણે અંદર કોઈ ધમાસાણ ચાલી રહ્યું હતું, હું કઈ બોલી નહોતો શકતો બસ આ સુંવાળી પળ જીવી રહ્યો હતો અને અદંર અંદર આંનંદ મેળવી રહ્યો હતો અને તેણી એ કહ્યું,,. “સલીમ એક સ્ત્રી ને સુંદર કહેવા માટે જો તું બે વર્ષ લગાવે તો પ્રપોજ કરવા માટે તને કેટલો સમય લાગે “ એટલું કહી ને તેણી ફરી હસી પડી,,,,