તમારા વિના - 28 ‘બા, મને બે-બ્લેડ લેવી છે. બા, લઈ આપશોને?’ ઘરમાં પ્રવેશતાં જ નિધિ કાન્તાબેનના પગને વળગી પડી. ‘શું લેવું છે?’ કાન્તાબેને બારણા પાસે ચંપલ ઉતારી દીવાનખંડમાં આવી સોફા પર બેસતાં પૂછ્યું. ‘બે-બ્લેડ.’ ‘એટલે શું?’ ‘બા, એ આમ ફેરવવાનું હોય. ગોળ-ગોળ ફરે એવું.’ વિધિ કાન્તાબેનના ખોળામાં ચડી બેઠી અને તેણે હાથ વડે કાન્તાબેનને સમજાવવા માંડ્યું. ‘બે લઈ દેજા હોં. આ નિધિ તો મને કંઈ રમવા જ નથી આપતી.’ બન્ને બહેનોમાં નિધિ જબરી હતી અને વિધિ શાંત અને સમજુ હતી એટલે દર વખતે તેને બિચારીને જ અન્યાય થતો. નિધિ તેની પાસેથી બધું ઝૂંટવી લેતી હતી. આ વખતે પણ એવું