ગાંધીજીને ટ્રાન્સવાલમાંથી ભગાડી મૂકવાના અમલદારોના પ્રયત્નો અંગેનું વર્ણન આ કૃતિમાં કરવામાં આવ્યું છે. અમલદારોને લાગ્યું કે ગાંધીજી વગ વાપરીને ટ્રાન્સવાલમાં દાખલ થયા હોવા જોઇએ. જો આમ હોય તો ગાંધીજીને કેદ કરી શકાય. કારણ કે ત્યાં એવો કાયદો દાખલ થયો હતો કે જો કોઇ વગર પરનાવે દાખલ થાય તો શાંતિ જાળવવા તેને જેલમાં મોકલી શકાય. જો કે ગાંધીજી પાસે લાયસન્સ હોવાથી તેઓ નિરાશ થયા. ગાંધીજી લખે છે કે એશિયામાં નવાબશાહી જ્યારે આફ્રિકામાં પ્રજાસત્તા હતી. આફ્રિકામાં એશિયાઇ વાતાવરણ દાખલ થતાં જોહુકમી, ગંદકી, ઘાલમેલ જેવી ખટપટો દાખલ થઇ. એશિયામાંથી આવેલા નિરંકુશ અમલદારોનો ગાંધીજીને કડવો અનુભવ થયો. તેઓએ શેઠ તૈયબજીને પૂછયું કે ગાંધીજી કોણ છે તેઓ તેને શું કામ અહીં લાવ્યા છે. તૈયબજીએ જણાવ્યું કે ‘ગાંધીજી અમારા સલાહકાર છે અને અમારી ભાષા સારીરીતે જાણે છે.’ અમલદારે ગાંધીજીને બોલાવીને કહ્યું ‘ભલે તમને પરવાનો મળ્યો હોય પરંતુ તમારે અહીં રહેવાનો હક નથી. હિન્દીઓના રક્ષણ માટે અમે છીએ.’ તેમણે ગાંધીજીની સાથે રહેતા અન્ય લોકોને પણ ધમકાવ્યા