સત્યના પ્રયોગો - ભાગ-4 - 1

(18)
  • 4.4k
  • 4
  • 1.2k

આફ્રિકા પાછા ફર્યા પછી ગાંધીજીને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તેની વિગતો આ પ્રકરણમાં છે. મિ.ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉન્ડ લેવા દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેમણે ગોરાઓને રીઝવીને રહેવાનું કહ્યું એટલે હિન્દી પ્રતિનિધિઓને નિરાશા થઇ. ચેમ્બરલેન ટ્રાન્સવાલ પહોંચ્યા. ગાંધીજીને ત્યાંનો કેસ તૈયાર કરવો હતો. ટ્રાન્સવાલ યુદ્ધ પછી ઉજ્જડ થઇ ગયું હતું. ઘરબાર છોડી ભાગી ગયેલા ટ્રાન્સવાલવાસીઓ ધીમે ધીમે પરત ફરતા. આવા દરેક ટ્રાન્સવાલવાસીઓને પાસ લેવો પડતો. ગોરાઓને પરવો મોં માગ્યો મળતો. લડાઇ દરમ્યાન ભારત અન લંકાથી ઘણાં અમલદારોને સૈનિકો દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા. તેમાંના જે લોકો ત્યાં વસવા માંગતા હોય તેમના માટે અમલદારોએ હબસીઓની જેમ એક અલગ વિભાગ એશિયવાસીઓ માટે બનાવી દીધો હતો. પરવાના માટે આ વિભાગમાં અરજી કરનારા હિન્દીઓ, અમલદાર અને દલાલો વચ્ચે અટવાતા. તેમને હજારો રૂપિયા ખર્ચ કરવા પડતા. ગાંધીજી ડરબનના પોલીસ સુપ્રિટેન્ડન્ટ પાસે પહોંચ્યા અને કહ્યું કે તેઓ ટ્રાન્સવાલમાં અગાઉ રહી ચૂક્યા છે તો તેમની ઓળખાણ પરવાના અમલદારને આપો. ગાંધીજીને પરવાનો મળી ગયો અને તેઓ પ્રિટોરિયા પહોંચ્યા