સત્યના પ્રયોગો - ભાગ-3 - 22

  • 4.2k
  • 2
  • 1.1k

આ પ્રકરણમાં મણીલાલના તાવને કારણે ગાંધીજી કેવી રીતે ધર્મસંકટમાં મૂકાયા તેનું વર્ણન છે. મુંબઇમાં ગાંધીજીએ ગિરગામમાં ઓફિસ લીધી. ઘર લીધાને બહુ દિવસો હજુ તો બહુ દિવસો નહોતા થયા અને ગાંધીજીનો બીજો દીકરો મણીલાલ સખત તાવમાં પટકાયો. પારસી ડોક્ટરે કહ્યુઃ ‘આની પર દવા ઓછી અસર કરશે. તેને ઇંડા અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’ પરંતુ ગાંધીજી શાકાહારી હોવાથી તેમણે આના બદલે બીજો ઉપાય વિચાર્યો. ગાંધીજીએ મણિલાલ પર પાણીનો ઉપચાર કરવાનું વિચાર્યું.મણીલાલે આ ઉપચારમાં પોતાની સંમત્તિ આપી. ગાંધીજી કોઇ પણ સારવારમાં ઉપવાસને મોટું સ્થાન આપતા હતા. તેમણે મણિલાલને ક્યુનીની રીત પ્રમાણે કટીસ્નાન આપવાનું શરૂ કર્યું. 3 મિનિટથી વધારે તેને બાથટબમાં રાખતા નહીં. 3 દિવસ માત્ર નારંગીના રસની સાથે પાણી મેળવીને રાખ્યો. મણીલાલનો 104 ડિગ્રી તાવ ઉતારવા ગાધીજીએ ચોફાળને ઠંડાપાણીમાં નીચોવીને તેમાં મણીલાલને પગથી ડોક સુધી લપેટ્યો. ઉપર બે ધાબળા ઓઢાડી, માથા પર ભીનો ટુવાલ મૂક્યો. આ ઉપાયની અસર થઇ અને મણીલાલનો તાવ ગાયબ થઇ ગયો.