સત્યના પ્રયોગો - ભાગ-3 - 21

  • 4k
  • 1
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીના મુંબઇમાં રહેવાના અનુભવોનું વર્ણન છે. ગોખલેની ઇચ્છા હતી કે ગાંધીજી મુંબઇમાં સ્થિર થાય. પહેલા ગાંધીજી રાજકોટમાં રહ્યા. અહીં તેમને વિદેશ મોકલનારા કેવળરામ દવે હતા જેણે તેમની સમક્ષ 3 કેસ મૂક્યા. એક કેસ જામનગરનો હતો અને તેમાં ગાંધીજીને જીત મળી. ગાંધીજીને લાગ્યું કે મુંબઇ જવામાં વાંધો નહીં આવે. એગ્રેજોની અજ્ઞાનતા વિશે ગાંધીજી લખે છે કે જ્યુડિશિયલ આસિસ્ટન્ટ એક જગ્યાએ ન બેસે અને તેઓ જ્યાં જાય ત્યાં વકીલો જાય. અસીલોને પણ બમણો ખર્ચ થાય. રાજકોટમાં રહેવાનું ગાંધીજી વિચારી રહ્યા હતા તેવામાં એક દિવસ કેવળરામ ગાંધીજીની પાસે આવ્યા અને કહ્યું કે તમારે મુંબઇ જવું પડશે. તમને મોટા બેરિસ્ટર તરીકે અહીં લઇ આવશું અને લાખ હશે તો ત્યાં મોકલીશું. તમે જાહેરકામ કરવા ટેવાયેલા છો અને અમે તમને કાઠિયાવાડમાં દફન નહીં થવા દઇએ. નાતાલથી ગાંધીજીના પૈસા આવ્યા અને મુંબઇ ગયા. મુંબઇમાં પેઇન ગિલબર્ટ અને સયાનીની ઓફિસમાં ચેમ્બર્સ ભાડે રાખીને ગાંધીજી સ્થિર થવા લાગ્યા.