વિષ વેરણી - ભાગ 3.

(42)
  • 5.1k
  • 3
  • 1.8k

હું ઘર માં પ્રવેશ કરું જ છું અને અમી તરત જ પાણી નો ગ્લાસ લઇ અને આવે છે અને માર માથા પર હાથ ફેરવતા કહે છે, “મારો સાવજ, આજે તો હેરાન થઈ ગયો, કેમ છે બેટા તું ઠીક તો છો ને ” “હા અમી હું બરાબર છું, ટાઇમ ઉપર જો વકીલ સાહેબ ના આવ્યા હોત તો શું થાત ! એ વિચારૂ છું,” “સલીમ, આંટી અને અંકલ હજુ જમ્યા નથી તારી રાહ જોઈ ને, પહેલા તો આપણે ક્યાંક બહાર જઈ અને જમી આવીએ અથવા તો હું કૈંક પાર્સલ કરાવી ને લઇ આવું” સમીરા એ કહ્યું, એટલી વાર માં ફરી રૂકસાના નો ફોન આવે છે, એટલે મને થયું કે તેણી ચિંતા કરતી હશે એટલે મેં તેણી થી વાત કરી અને બધી હકીકત જણાવી, એટલે રૂકસાના એ મને આશ્ચર્ય સાથે કહ્યું , “યા ખુદા, આ બન્ને તો પાગલ છે !, મને એક દિવસ મૂકી અને બીજા દિવસે ફોન કરતી હતી મુમતાઝ, હમેશા ઘરમાં બધાની પસંદ નાપસંદ વિષે પૂછતી હોય,, થોડા દિવસ પહેલા મને તેણી અસલમ ને પ્રેમ કરે છે અને અસલમ પણ તેણી ને પ્રેમ કરે છે , એવું કહેતી હતી અને છેલ્લા છ મહિના થયા તો તેણી ના ફોન સતત આવતા જ ,