તમારા વિના - 27

(72)
  • 5k
  • 2
  • 1.7k

તમારા વિના - 27 ‘સાહેબ, મેં મારા પતિ તો ગુમાવ્યા જ છે, પણ આમ ને આમ તો મારે મારા છોકરાઓ પણ ગુમાવવાનો વારો આવશે. આ રીતે જો અમને લોકોને જ હેરાન થવાનું હોય તો બહેતર છે કે તમે આ કેસ બંધ જ કરાવી દો.’ કાન્તાબેનના અવાજમાં તેમના મનનો મૂંઝારો વ્યક્ત થતો હતો. ડીસીપી પાંડેના મળ્યા બાદ તપાસને વેગ ચોક્કસ મળ્યો હતો; પણ પોલીસે જે રીતે દીપક, વિપુલ અને નીતિનકુમારની પૂછપરછ કરી હતી એેનાથી ત્રણેય જણ ગુસ્સે થયા હતા. ‘આ કોઈ રીત છે? અપરાધીને પકડવાને બદલે અપરાધનો ભોગ બનનારાઓને જ પોલીસ હેરાન કરી રહી છે.’ એક્ઝિક્યુટિવ ચૅરના બૅકરેસ્ટને અઢેલીને બેઠેલા અને