વિષ વેરણી ભાગ .૨

(46)
  • 4.8k
  • 1
  • 1.9k

સાંજે છ વાગ્યે બે પોલીસ કોન્સ્ટેબલ સીધા અમારી ઓફીસ માં ઘુસી આવ્યા અને માંરા બોસ ની કેબીન માં ચાલ્યા ગયા, બે મિનિટ જેવો સમય અંદર રહ્યા અને બહાર મારા ટેબલ તરફ આવ્યા અને મારી સામે આવી ને ઉભા રહી ગયા, તેમાંના એક કોન્સ્ટેબલ એ કહ્યું, “ ચલો સલીમભાઈ બહાર પીંજરું તમાંરી રાહ જુવે છે..... કેમ શું થયું મેં કહ્યું, સવાલ પૂછવા નું કામ અમારું, તમારે નહીં પૂછવાનું ચાલો અમારી સાથે હું તેમની સાથે ચાલતો થયો અને સમીરા પાછળ પાછળ આવી અને મને કહ્યું. સલીમ તું ફિકર નહીં કર હું આવુજ છું પોલીસ સ્ટેસન માં પોલીસ વાળા એ ગાડી માં બેસતા ની સાથે જ મને સવાલો પૂછવા નું ચાલુ કરી દીધું,