કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૫ શ્રદ્ધા અને કર્મ એકબીજાનાં પૂરક જેવું કર્મ તેવું જ ફળ મળવું તે કર્મના ગુણોને આભારી છે. પક્રશ્વ પગ ઙ્ગેંથ્શ્નષ્ટ ગક્રશ્વ ભગ દ્મેંૐ નક્રક્ર ત્ન (થ્ક્રૠક્રનબ્થ્ભૠક્રક્રઌગ) કર્મના ગુણદોષને ઓળખીને યથાયોગ્ય ફળ મેળવવાની વાત તો જગવિદિત છે. જેમ કે અગ્નિથી તાપ મેળવી શકાય, બાળી શકાય, પણ શીતળતા ન મેળવી શકાય. અગ્નિ વગર જળથી બાળી ન શકાય. અન્નથી ભૂખ અને જળથી તરસ છિપાવી શકાય. મારવા માટે ઝેર ખવાય અને જીવવા માટે અન્ન. આ બધી હકીકત કર્મના ગુણોને આભારી છે. તે મુજબ આપણે કર્મમાર્ગમાં તેનો ઉપયોગ કરીએ છીએ. હજારો વર્ષોના અનુભવો સાથે ઉત્તરોત્તર પ્રાપ્ત કરેલા જ્ઞાનથી આજે માણસ