મારી માઁ ક્યાં છે

(19)
  • 4.7k
  • 6
  • 1.6k

૧૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ અચાનક થયેલા મારી માતાના દેહાંતે મને હચમચાવી દીધો. સતત પાંચ દિવસ સુધી હું શૂન્યમનસ્કપણે મારી માતાની તસ્વીરને નિહાળતો રહ્યો ત્યારે મારી આ હાલતથી દોસ્તો અને સ્નેહીજનો ચિંતાતુર થઇ ગયા. તેથી એમણે મને સલાહ આપી કે તારે તારી માતાના સ્વપ્ના પૂર્ણ કરવા ફરીથી લખાણ તરફ ધ્યાન આપવું જોઇએ એનાથી તારું મન પણ હળવું થશે. એમની એ વાતને માન આપી મેં મારી માતા સાથે જે અંતિમ પળો વિતાવી તે આ પુસ્તકમાં વીણી લીધી. મારી માતાના અચાનક મૃત્યુથી વ્યથિત થયા બાદ આ પુસ્તકની મેં રચના કરી છે તેથી કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરશો. પુસ્તકની અંદર આવેલા લખાણો એક લેખકની કલ્પના નથી પણ એક પુત્રની વેદના છે એ વાત ખાસ ધ્યાનમાં રાખશોજી.