સત્યના પ્રયોગો - ભાગ-3 - 17

  • 4.5k
  • 973

આ પ્રકરણમાં ગોખલેની સાથે એક મહિનો રહેવાના ગાંધીજીના અનુભવોનું વર્ણન છે. ગોખલેની સાથે રહેતા ગાંધીજીની નિયમિતતાની તેમની પર ઊંડી છાપ પડી. ગોખલેની પડોશમાં રહેતા પ્રુફલ્લચંદ્ર રોય અવારનવાર તેમને મળવા આવતા. પ્રફુલ્લચંદ્ર રોયને દર મહિને 800 રૂપિયા મળતા તેમાંથી પોતાના ખર્ચ માટે રૂ.40 રાખતા બાકીના જાહેર કામમાં આપી દેતા. ગોખલે પાસેથી ગાંધીજીને ઘણું શીખવા મળ્યું. ગોખલે રાનડેની જયંતી ઉજવતાં અને ગાંધીજીને તેમણે આ જયંતી ઉજવવા માટે નોતર્યા. ગોખલેએ રાનડે વિશે ગાંધીજીને કહ્યું કે રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઇતિહાસકાર પણ હતા. અર્થશાસ્ત્રી અને સુધારક પણ હતા. તેઓ સરકારી જજ હોવા છતાં મહાસભામાં પ્રેક્ષક તરીકે હાજરી નીડરપણએ હાજરી આપતાં. ગોખલે બધે ટ્રામના બદલે ઘોડાગાડીમાં ફરતા તે ગાંધીજીને ખૂંચ્યું પરંતુ ગોખલેએ ગાંધીજીને કહ્યું કે તમને પણ મારા જેટલા લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ ટ્રામમાં ફરવાનું મુશ્કેલ થઇ જશે. ગાંધીજીનું માનવું હતું કે કોઇપણ કામ કરીએ વ્યાયામ માટે તો સમય કાઢવો જ જોઇએ. તેમણે ગોખલેને પણ આ જ સલાહ આપી.