આ કૃતિમાં આફ્રિકાથી ભારત પાછા ફરતી વખતે થયેલા વિવાદનું વર્ણન છે. ગાંધીજીને હવે એવું લાગ્યું કે ભારત દેશને તેમની વધારે જરૂર છે તેથી દેશ પાછા ફરવું. તેમણે સાથીઓ આગળ પોતાની ઇચ્છ વ્યક્ત કરી અને ઘણી મુસીબતે આ માંગણી મંજૂર થઇ. નાતાલ છોડતી વખતે ગાંધીજીને અનેક ભેટ-સોગાદો મળી. આ ભેટોમાં સોના-ચાંદીની વસ્તો તેમજ હીરાની વસ્તુઓ પણ હતી. આ ભેટોમાં થોડીક અસીલોને બાદ કરતાં બધી જાહેર સેવાને લગતી હતી.ગાંધીજી માનતા હતા કે આ ભેટો તેમની સેવાના બદલામાં મળી છે જેથી તેને રાખવાનો અધિકાર તેમને નથી. ગાંધીજીએ દાગીનાઓના ટ્રસ્ટી નીમવાનો વિચાર કર્યો. પોતાના છોકરાઓને તો મનાવી લીધા પરંતુ કસ્તૂરબા ન માન્યા. કસ્તૂરબાએ કહ્યું કે ‘તમે મારા ઘરેણાં તો વેચી નાંખ્યા છે આ દાગીના છોકરાઓની વહુઓ માટે તો રાખો. વળી આ ભેટો જો સેવાઓ માટે હોય તો તમે પણ મારી પાસે રાત-દિવસ સેવા કરાવી છે તેનું શું’? જો કે ગાંધીજીએ જેમ-તેમ કરીને કસ્તૂરબાને મનાવ્યા અને મળેલી ભેટોનું ટ્રસ્ટ બન્યું અને તેને બેન્કમાં મુકાઇ.