કર્મનો કાયદો ભાગ - 24

  • 5.6k
  • 1.9k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૨૪ કર્મની સિદ્ધિ અને શ્રદ્ધા શરીરથી એવરેસ્ટ શિખર લાંઘી જનારો માણસ ક્યારેક ઘરના દાદરાનું પગથિયું પડવા સક્ષમ નથી હોતો. વાણીથી હજારોને પ્રભાવિત કરનારો માણસ ક્યારેક પોતાની જ વાણીથી પોતાની જાતને પણ દિલાસો દેવા સમર્થ નથી થતો. મનથી ઇચ્છેલી કામનાઓ ક્યારેક વગર પ્રયાસે મળી જાય છે, તો ક્યારેક અથાગ પ્રયત્નો છતાં સફળ નથી થતી. કર્મ જ્યાં સુધી સિદ્ધિ ન પામે ત્યાં સુધી કર્મની સિદ્ધિ એક અગમ્ય રહસ્ય રહે છે. બુદ્ધના એક શિષ્ય મહાકાશ્યપે એક વખત બુદ્ધને પ્રશ્ન કર્યો : “પ્રભુ ! જ્યારે આપ પરમ સિદ્ધિની શોધમાં વનવન ભટકતા હતા, અનેક જ્ઞાનીઓ, મુનિઓ અને ગુરુઓએ બતાવેલા રસ્તે