સત્યના પ્રયોગો - ભાગ-3 - 10

  • 6.5k
  • 1.4k

આ પ્રકરણમાં બોઅર યુદ્ધની વાત કરવામાં આવી છે. ગાંધીજી માનતા કે ‘જો હું બ્રિટિશ પ્રજા તરીકે હકો માગી રહ્યો હતો, તો બ્રિટિશ પ્રજા તરીકે તે રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો.’ હિન્દુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઇ શકે તેવો મત ગાંધીજીનો તે વખતે હતો. તેથી ગાંધીજીએ તે સમયે જેટલા મિત્રો મળ્યા તેને સાથે રાખીને અનેક મુસીબતો વેઠીને ઘાયલ થયેલાઓની મદદ કરવા માટે એક ટુકડી ઊભી કરી. અંગ્રેજોએ નિરાશાના જવાબો આપ્યા. માત્ર દા.બૂથે ઉત્તેજન આપ્યું. ગાંધીજીની ટુકડીમાં લગભગ 1100 જણ હતા. તેમાં 40 મુખી અને 300 જેટલા હિન્દીઓ હતા. આ ટુકડીને રેડક્રોસનું રક્ષણ હતું. સ્પિયાંકોપના યુદ્ધ પછી ગાંધીજીની અન્યો દારૂગોળાની હદની અંદર કામ કરતા થઇ ગયા. આ દિવસોમાં ઘણીવાર બચાવ ટુકડીએ 20-25 માઇલની મજલ કાપવી પડતી હતી. અનેકવાર ઘાયલોને ડોલીમાં ઊંચકીને ચાલવું પડતું હતું. છ સપ્તાહ પછી ગાંધીજીની ટુકડીને વિદાય આપવામાં આવી. ગાંધીજીના આ કામની પ્રશંસા થઇ અને હિન્દીઓની પ્રતિષ્ઠા વધી. ગારોઓના વર્તનમાં પણ તે વખતે ફેરફાર દેખાયો.