દર્પણ તું સાચું બોલજે

(20)
  • 5.8k
  • 3
  • 1.3k

દર્પણ તું સાચું બોલજે સવાર પડી નથીને સહુ પ્રથમ દર્શન કરવાના પેલાં નટખટ લાલાના અને પછી, સ્વના દર્પણમાં. ઝરણાની આ રોજની આદત હતી. ચંચળ ઝરણા જેવી ઝરણા દર્પણ સામેથી ખસવાનું નામ ન લેતી. કુદરતે ખૂબ છૂટે હાથે તેન રૂપ અને ગુણની લહાણી કરી હતી. મમ્મી બૂમ પાડ્યા કરે પણ સાંભળે તે બીજા. ઝરણાની ખૂબસુરતી પર કૉલેજના મિત્રો દીવાના હતાં. ઝરણા કોઈને ઘાંસ ન નાખતી. તેને ખબર હતી, આ દિવાનગી લાંબો સમય નહી ટકે. સહુ તેનો લાભ લેવા માગતા હતા, ઝરણાને માતા તેમજ પિતાની ઈજ્જત વહાલી હતી. તે માનતી હતી, " ગોરા તો ગધેડાં પણ હોય છે.' આ બધા ભ્રમરવૃત્તિના જુવાનિયાને