મૃત્યુ પછીનો મેળાપ

(37)
  • 5.6k
  • 2
  • 1.2k

લગભગ સવારનાં દસનો સમય થયો એટલે મેં મારા ઘર બહાર નજર કરી, અને મેં સંદીપને આ તરફ આવતો દીઠો એટલે મારા મોઢા પર સ્મિત આવી ગયું. હા, વર્ષો જુનો આ ક્રમ છે દર રવિવારે સવારે દસની આસપાસ તે મારા ઘરે આવે જ. અમને બંનેને રજા હોવાથી, બંનેની સવારની..દસની ચહા મારાં ઘરે જ થાય, અને હા, આવતાં આવતાં ફાફડા ગાંઠીયા તો તે અચૂક લઇ જ આવે. આમ ચા-નાસ્તો કરીને એકાદ કલાક સમય પસાર કરીએ, અને પછી લટાર મારવા નીકળીએ, તે એક વાગ્યે જમવા ટાણે પોતપોતાનાં ઘરે જવા છુટ્ટા પડીએ.