છેલ્લા કેટલાક કલાકોથી મારા મનમાં એ જ ભૂતકાળ દોડતો હતો જે ત્યારના સમય માટે પણ વીતી ચુકેલો હતો. ‘તારે કહેવાની જરૂર નથી તારી આંખો ઘણું બધું કહે છે પણ એ શક્ય નથી.’ એ જ ભૂરી આંખો મારી સામે પટપટાવી રહી હતી. એ પ્રથમ દિવસની સ્વરા મારી સામે આવીને ઉભી હતી. અરે વિમલ તું તો યાર સાવ મને ભૂલી જ ગયો. આ લગ્ન, પ્રેમ અને ગમા અણગમા વાળા શબ્દો સાવ નિષ્ફળ જ નીવડ્યા ને... એ કહેતી રહેતી અને હું એ ઉંચી નીચી થતી પાંપણો વચ્ચેના સમય અંતરાલના પલકવાર જેટલા સમયમાં એના ભાવો સમજવા મથતો રહેતો હતો. એને મારી બાહોમાં જકડી લેવા મન તરફડી જતું હતું. એની બંને પાંપણો જ્યારે ભેગી થતી ત્યારે એના નજરથી ઓઝલ રહી એ આંખોને ચૂમી લેવાનું મન થઇ જતું. એ રોમાંચક અહેસાસ મને જીવનના પરમાનંદનું સુખ આપતો હતો. એના ચહેરાનું નુર કઈક અદભુત ભાવનાઓ જન્માવનારું હતું. આજે પણ ભૂતકાળની વાતો મને યાદ હતી. મારે એને બધી જ વાતો કહી દેવી જોઈએ.’ મેં એ દિવસે મારા દિલને સમજાવી લીધું હતું. પણ હું ડરતો હતો. ક્યાંક સ્વરાની વાત કરતા જીનલ પણ મારાથી દુર ન થઈ જાય. સબંધો વગરનો એ લાગણીનો તાર મને ઘણીવાર એક ઊંડા સબંધના ઘટાટોપ વૃક્ષ જેવો લાગવા લાગ્યો હતો. read and review....