કર્મનો કાયદો ભાગ - 18

  • 4.8k
  • 2
  • 1.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૧૮ કર્મ જ સાચી પુજા જ્યાં સુધી કર્મ ઠીક નહીં થાય ત્યાં સુધી ભાગ્ય ઠીક નહીં થાય તેવો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણે વારંવાર આપ્યો છે. પોતાના ચરિત્રથી પણ વારંવાર તે ઉપદેશને ફેલાવવાની કોશિશ કરી છે. છતાં શ્રીકૃષ્ણને માનનારા લોકો પણ તે વાતને સમજી નથી શક્યા. ‘શ્રીમદ્‌ ભાગવત’ના દશમસ્કંધના ૨૪મા અધ્યાયની કથા છે. નંદ વગેરે ગોવાળો અનેક પ્રકારની પૂજાસામગ્રીઓ લઈને ઇન્દ્રનો યજ્ઞ કરવા તૈયાર થયા. તેમને જોઈને નાનકડા શ્રીકૃષ્ણ પ્રશ્ન કરે છે : “તમે લોકો આ શું કરી રહ્યા છો ?” જવાબમાં નંદ કહે છે : “બેટા ! આપણે ગોપાલક અને વૈશ્ય છીએ. ખેતીવાડી અને પશુપાલન આપણો