પરમાત્મા મહાવીર ના સમય ની ઘટના જરૂર વાચંજો. પૃથ્વીલોકને પાવન કરતા ભગવાન મહાવીર સદેહે વિચરી રહ્યા હતા. સાથે તેમના પટ્ટ શિષ્ય ઈન્દ્રભૂતિ અને અન્ય મુનિઓ હતા.... મૃગાવતી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સાધુગણે સ્થિરતા કરી હતી. સવાર-સાંજ ઈન્દ્રભૂતિ અને મુનિઓ જુદી જુદી દિશામાં ગોચરી માટે નીકળતા હતા. નિર્દોષ આહાર પાણીનો જ્યાં જોગ હોય અને તે વોરાવતાં યજમાનને કંઇ ઊણપ ન વર્તાય અને તેનો ભાવ ન બગડે તેનું ધ્યાન રાખીને તેઓ ગોચરી લેતા હતા..