25-36-25 હું-કોંકણ-ગર્લફ્રેન્ડ

  • 5.3k
  • 4
  • 1.6k

પ્રથમ ભાગ ને પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર. પુસ્તક વિષયક બાબત તો ખ્યાલ આવી જ ગયો હશે. નાનપણથી જ હું ખુબ લાગણીશીલ સ્વભાવ ધરાવું છું. એક માનવી તરીકે સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, બધાં સાથે મેળ-સુગમ ખુબ સરળતાથી બેસી જાય છે. ઘણીય વાર હું કેટલીક ગમતી વ્યક્તિના પ્રેમમાં પણ પડ્યો છું. ક્યારેક વ્યક્તિ ની સાથે પ્રેમ કરતાં કરતાં સુરમ્ય કુદરતી સ્થળ, ગામડું કે શહેર પણ મને પ્રેમ ની અવસ્થામાં મૂકી શકે તેવું પહેલી વખત બન્યું. અહિયાં હું વ્યક્તિ પ્રેમ ની સાથે વ સ્તી (સંસ્કૃતિ) પ્રેમ ને પણ સમજાવવાનો એક માસુમ પ્રયત્ન કર્યો છે. અહિયાં આપેલું શીર્ષક કદાચ સમજી ગયા હશો. 25 વર્ષ નો હું અને મારી ગર્લફ્રેન્ડ કે જેમણે જીવનની ૩૬ મિનીટ ની દરેક પળો સાથે ગાળી. મને આશા છે કે તમને ગમશે ને તમે પણ પ્રેમ માં પડશો જ. કોંકણ અને કોંકણની વ્યક્તિ બંને ના પ્રેમ માં પડ્યાનો મને ખુબ જ આનંદ છે. મારા માટે તો પ્રેમ એટલે “Intellectual Love Towards God”. આ એક શબ્દને સામાન્ય આનંદ (pleasure) થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે. કોઈ મનોવૈજ્ઞાનિક આધાર મુક્યા વગર તેને ઓળખી ના શકાય.