સ્પેક્ટર્નનો ખજાનો - ૯

(74)
  • 6.9k
  • 2
  • 3k

હકીકત મને ચમત્કાર જેવી લાગી ! અમે જમીન સુધી પહોંચી ગયા હતા ! ગઈ કાલના તોફાનને જોતાં જમીનની આશા મને નહીંવત લાગતી હતી. છેલ્લે હેલિકોપ્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું ત્યાર પછી હું થોડો ગભરાઈ ગયો હતો. બિચારા મેક્સનો ક્યાંય પત્તો નહોતો. એવામાં આ બે નાનકડી હોડીના સહારે અમે અમારી જાતને નસીબ અને ઈશ્વર પર છોડી દીધી હતી. પરંતુ નસીબ આખરે અમારી વહારે આવ્યું હોય એમ અમને આ જમીન સુધી પહોંચાડી દીધા હતા.