સત્યના પ્રયોગો - ભાગ-2 - 21

  • 10.3k
  • 1
  • 2.6k

આ પ્રકરણમાં ગિરમીટિયાઓ પર લાદવામાં આવેલા 3 પાઉન્ડના કરની વિગતોનું વર્ણન ગાંધીજીએ કર્યું છે. 1894માં ગિરમીટિયાઓ પર દર વર્ષે 25 પાઉન્ડનો કર લેવાનો ખરડો નાતાલની સરકારી પસાર કર્યો. કારણ એ હતું કે 1860માં અંગ્રેજો શેરડીના પાક માટે હિન્દમાંથી મજૂરો લાવ્યા. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની પછી જમીનના માલિક બનાવવાની લાલચો આપવામાં આવી. આ મજૂરો સમયજતાં જમીનના માલિકો અને વેપારી બની ગયા. વેપારી બનતાં તેમની હરિફાઇ ગોરાઓને નડવા લાગી. નક્કી એવું થયું કે મજૂરીનો કરાર પૂરો થાય તો મજૂરોને પાછા ભારત મોકલી દેવા અથવા દર બે વર્ષે કરાર રિન્યૂ કરવો, જો મજૂરો પાછા ન જાય અને કરારનામું પણ ન કરે તો દર વર્ષે 25 પાઉન્ડ કરના આપવા. આ સૂચન હિન્દુસ્તાનના વાઇસરોયે નામંજૂર કર્યું પરંતુ 25 પાઉન્ડનો કર ઘટીડીને 3 પાઉન્ડ કર્યો. ગાંધીજીને આ કર અન્યાયી લાગ્યો. નાતાલ કોંગ્રેસે તેની સામે લડત ચલાવી. અનેક લોકોએ જેલ ભોગવી, કેટલાકને મરવું પડ્યું, છેવટે 20 વર્ષે આ કાયદો રદ્દ થયો.