સત્યના પ્રયોગો - ભાગ-2 - 16

  • 5.5k
  • 1
  • 1.4k

આ કૃતિમાં ગાંધીજીની હિન્દીઓના મતાધિકાર માટેની લડતની તૈયારીઓની વાત કરવામાં આવી છે. અબ્દુલ્લા શેઠનો કેસ પૂરો થતાં ગાંધીજી પ્રિટોરિયાથી ડરબન આવ્યા. દરમ્યાન છાપામાંથી તેમને જાણવા મળ્યું કે ધારાસભામાં એવો કાયદો ઘડાઇ રહ્યો છે, જેમાં હિન્દીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી આપવાના હકો છીનવી લેવાની વાત હતી. અબ્દુલ્લા શેઠને આ બધામાં કંઇ ખબર ન પડે અને આફ્રિકામાં જન્મેલા અને અંગ્રેજી જાણનારા હિન્દીઓ મોટાભાગના ખ્રિસ્તી અને પાદરીઓના પંજામાં હતા. પાદરીઓ ગોરા અને સરકારને તાબે થઇને રહેતા હતા. જો ગાંધીજી આફ્રિકામાં રોકાઇને લડત આપે તો બધા તેમને સાથ દેવા તૈયાર હતા. ગાંધીજીએ પણ આ સેવાના કામની ફી ન હોય તેમ કહીને વગર પૈસે એક મહિનો વધુ રોકાવાની તૈયારી દર્શાવી પરંતુ કામ મોટું હોવાથી બધાનો સાથ અને સહકાર માંગ્યો. ગાંધીજીએ લડતની રૂપરેખા તૈયાર કરી. કેટલાને મતાધિકાર મળે છે તે જાણી લીધું.અહીંથી જ ગાંધીજીના આફ્રિકાના સત્યાગ્રહના બીજ રોપાયાં.