સત્યના પ્રયોગો - ભાગ-2 - 15

  • 4.5k
  • 3
  • 1.2k

આ કૃતિમાં ગાંધીજીના ધાર્મિક મંથનની વાત કરવામાં આવી છે. મિ.બેકર ગાંધીજીને લઇને વેલિંગ્ટન કન્વેન્શનમાં ગયા. જો કે ગાંધીજી સાથે રાખવાથી તેમને ઘણી મુશ્કેલીઓ પડી. હોટલમાં રહેવાથી લઇને રેસ્ટોરન્ટમાં જમવા સુધી ઝીણી ઝીણી અગવડો તેમને ભોગવવી પડી. ખ્રિસ્તી સંમેલન 3 દિવસ સુધી ચાલ્યું અને તેમાં ગાંધીજીને એવું ન લાગ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ગાંધીજી લખે છે કે બીજા ધર્મોમાં ન હોય એવું ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી તેમને ન મળ્યું. ગાંધીજી હિન્દુધર્મ વિશે લખે છે કે અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ છે. એકબાજુ અબ્દુલ્લા શેઠ તેમને ઇસ્લામ ધર્મનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. ગાંધીજીને લાગ્યું કે હિન્દુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી. ગાંધીજીની ઓળખાણ એડવર્ડ મેટલેન્ડની સાથે થઇ જેમણે પરફેક્ટ વે નામનું પુસ્તક લખ્યું હતું જે તેમણે ગાંધીજીને વાંચવા આપ્યું. આ સિવાય પણ ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મના અનેક પુસ્તકો વાંચ્યા.