સત્યના પ્રયોગો - ભાગ-2 - 14

(13)
  • 5.5k
  • 2
  • 1.3k

ગાંધીજી જે કેસ માટે આફ્રિકા ગયા હતા તેની તૈયારીઓની વિગતો આ ચેપ્ટરમાં છે. દાદા અબ્દુલ્લાનો કેસ નાનો ન હતો. દાવો 40,000 પાઉન્ડ એટલે કે છ લાખ રૂપિયાનો હતો અને કેસમાં પુષ્કળ છટકબારીઓ હતી. બન્ને પક્ષે સારામાં સારા સોલિસિટર્સ અને બેરિસ્ટર્સ રોકવામાં આવ્યા હતા. કેસ ખૂબ લાંબો ચાલે તેવો હતો અને તેમાં બન્ને પક્ષો આર્થિક રીતે ખુવાર થઇ શકે તેમ હતા. કેટલીક વિગતો પ્રોમિસરી નોટ પર લેવામાં આવી હતી અને તેમાં બચાવ એ હતો કે દગાથી લેવામાં આવી છે. ગાંધીજીએ તૈયબ શેઠને વિનંતી કરીને કેસ ઘેરમેળે પતાવવાની સલાહ આપી. ગાંધીજીના પ્રયત્નોથી અબ્દુલ્લા શેઠ પણ માન્યા. છેવટે પંચ નિમાયું અને કેસમાં દાદા અબ્દુલ્લાની જીત થઇ. પંચના ઠરાવની બજવણી કરવામાં આવે તો તૈયબ શેઠને 37,000 પાઉન્ડ એક સાથે ભરવા પડે. દાદા અબ્દુલ્લાએ પૂરતી ઉદારતા દાખવી પૈસા ચૂકવવા લાંબો સમય આપ્યો. ગાંધીજીને લાગ્યું કે તેઓ ખરી વકીલાત શીખ્યા. તેમની વકીલાતના 20 વર્ષ સેકન્ડો કેસોના સામાધાનમાં જ ગયા.