અમીચંદ, ગાયત્રી, સારિકા, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકરો ગભરાયેલી હાલતમાં ઓપરેશન થિયેટરની સામે બેંચ પર બેઠાં હતા. ઈન્સ્પેક્ટર વામનરાવ ખૂંખાર નજરે અમીચંદ તથા કુટુંબના અન્ય સભ્યોની સામે તાકી રહ્યો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે સુજાતાને જોઈને ઝેર આપવામાં આવ્યું છે. પરંતુ પૂરાવાના અભાવે એ હાલતુરત તેમને કંઈક જ કરી શકે તેમ નહોતો. અમીચંદ સારિકા અને રાકેશમાં વામનરાવ સાથે નજર મેળવવાની હિંમત નહોતી. કારણ કે તેમના મનમાં ચોર હતો. કોઈકે સાચું જ કહ્યું કે માણસ બધા કરતાં પોતાના મનમાં ચોરથી વધુ ગભરાય છે.!