Speechless Words CH. 28

(20)
  • 4.6k
  • 2
  • 1.1k

પ્રકરણ 27 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને પ્રપોઝલ પછી સૌથી પહેલી વખત મળે છે. આ સમયે દિયા આદિત્યને પોતાની ઘણી બધી વાતો કરે છે. આદિત્ય દિયાને સરપ્રાઈઝ પણ આપે છે. હવે, આદિત્ય વેકેશન કરવા માટે અમદાવાદ જતો રહે છે અને દિયા રાજકોટ છે. દિયા અને આદિત્ય વચ્ચે એક રાત્રે વ્હોટ્સ એપ પર વાતો થાય છે પણ આદિત્યને આ વાતમાં કોઈ જ મજા નથી આવતી કારણ હતું દિયાના બહુ જ મોડેથી આવતા મેસેજના રીપ્લાય. દિયા કેમ આદિત્યને ઇગનોર કરતી હતી આ વાતનો જવાબ દિયાએ આદિત્યને આપ્યો જ નહીં. આ વાર્તામાં છેલ્લે દિયા પોતાની બહેન ખૂશ્બુને કોલ કરે છે. પછી હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...