ઈમોટીકોન્સ

(16)
  • 3.3k
  • 1
  • 661

આ વાર્તાને આધુનિક વાર્તા કહી શકાય. અહીં દરેક શબ્દમાં વર્તમાન અને અસલિયત ઝળકાય છે. પાત્રો અને વાક્યો બધું જ જાણે કે વાસ્તવિકતા અને વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આજકાલ વાતચીતમાં વાક્ય ભલે એક હોય પણ એમાં ભાષા એક રહેતી હોતી નથી. અને તે વસ્તુ અહી દ્રશ્યમાન થાય છે. આ વાર્તામાં કિરદારો ઓછા અને વાતો વધુ છે. આ વાર્તાની શૈલી વિશિષ્ટ છે જે પોતીકી લાગે તેવી છે. આ એક પ્રેમ વાર્તા છે. એક છોકરો છે અને બે છોકરીઓ છે પરંતુ અહીં પ્રણય ત્રિકોણ નથી. અહીં પ્રેમ છે, મૂંઝવણ છે, શરારત છે, એકરાર છે અને એકરારમાંથી જન્મતા સંવાદો જ સ્વયં વાર્તા છે.