સત્યના પ્રયોગો - ભાગ-2 - 9

(13)
  • 5.7k
  • 2
  • 1.4k

આ પ્રકરણમાં ગાંધીજીએ વેઠેલી કેટલીક વધુ મુશ્કેલીઓ અંગે જણાવાયું છે. ચાર્લ્સટાઉનથી પ્રિટોરિયા જતાં સિગરામમાં (ઘોડાગાડી) ગાંધીજીને કુલી ગણીને ચાલરની બાજુમાં બેસાડવામાં આવ્યા. સિગરામની કંપનીનો માલિક ગોરો અંદર જઇને બેઠો તે ગાંધીજી માટે અપમાનજનક હતું. ઘોડાગાડી પારડીકોપ પહોંચી ત્યારે ગોરાને જ્યાં ગાંધીજી બેઠા હતા ત્યાં બહાર બેસવાની ઇચ્છ થઇ તેથી તેણે ગાંધીજીને પોતાના પગ આગળ બેસવાનું કહ્યું. ગાંધીજીએ આનો વિરોધ કર્યો એટલે તેણે તમાચા મારી ગાંધીજીને બાવડેથી ઝાલીને નીચે ઘસડ્યા. આગળ જતાં અબ્દુલગની શેઠે ટ્રાન્સવાલમાં પડતાં દુઃખોનો ઇતિહાસ ગાંધીજીને કહી સંભળાવ્યો. ટ્રાન્સવાલથી ગાંધીજી પ્રથમ વર્ગની ટિકિટ લઇ પ્રિટોરિયા જવા નીકળ્યા અને ગાડી જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ટ ટિકિટ તપાસવા આવ્યો. ગાંધીજીને જોઇને ઇશારો કરી થર્ડ ક્લાસમાં જવા કહ્યું. ગાંધીજીએ પ્રથમ વર્ગની ટિકિટ બતાવી પણ તે ન માન્યો. ટ્રેનના ડબામાં એક અંગ્રેજ ઉતારુ હતો તેણે ગાર્ડને ધમકાવ્યો પરિણામે ગાંધીજીને ડબામાં બેસવા માટે જગ્યા મળી. રાતના આંઠ વાગે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.