પ્રાથમિક શિક્ષણ માટેનો અભ્યાસ લેખ છે. વર્ષો પહેલાં માનવ-સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. પાષાણ યુગનો માણસ શરીરના હાવ-ભાવ અને અણઘડ ભાષાથી પોતાનું ગાડું ગબડાવતો. જયારથી લિપિ અને અક્ષર જ્ઞાનની શોધ થઈ. ત્યારથી નવી દિશા ખુલી ગઈ. શિક્ષણ માણસને સુ-સંસ્કૃત અને સભ્ય બનાવે છે. આપણે જાણીએ છીએ કે, માનવ-જીવનમાં શિક્ષણનું અનન્ય મહત્વ છે. શિક્ષણની ઉત્પતિ સાથે જ ટોળામાં વસતા માણસે પોત-પોતાની બોલી અને ભાષાને આગવી રીતે ચોક્કસ સ્વરૂપ આપ્યું. ઇતિહાસમાં જે પ્રજાએ પોતાની આગવી તાકાત વડે અન્ય નબળી પ્રજાના રાજ્ય જીતી. ત્યાં-ત્યાં પોતાની ભાષા, શિક્ષણ અને સંસ્કૃતિ ને ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો, પરિણામે વિશ્વની એક ભાષા એ બીજા પ્રદેશની ભાષાઓ પર પ્રભુત્વ જમાવ્યું. અંગ્રેજી ભાષા આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. ભાષાનું અસંતુલન સર્જાતા જ એ પ્રશ્ન ઉપસ્થિત બન્યો કે, શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય ભાષામાં