કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૬ ‘કર્મણ્યેવાધિકારસ્તે’ પંચમહાભૂતથી બનેલાં તમામ પદાર્થો, માણસો અને પશુ-પક્ષીઓ સહિતની ઉત્પત્તિનું કારણ પ્રકૃતિ છે. તેનું નિયમન અને અનુશાસન પણ પ્રકૃતિનું છે. બધાં કર્મો પ્રકૃતિ દ્વારા જ સંચાલિત થાય છે. જન્મ પણ તેનો એ મોત પણ તેનું. હાનિ પણ તે અને લાભ પણ તે. બાળપણ તેનું અને વૃદ્ધાવસ્થા પણ તેની. તો પછી માનવીના હાથમાં શું ? - તેવો સહજ પ્રશ્ન થયા વગર ન રહી શકે. આ માટે શ્રીકૃષ્ણ કહે છે : ‘ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્શ્વક્રબ્મઙ્ગેંક્રથ્જીભશ્વ’ - કર્મમાં અધિકાર છે. પ્રકૃતિએ વ્યક્તિને બોલવાનો અધિકાર, ગંધ અનુભવવાનો અધિકાર, સ્પર્શ અનુભવવાનો અધિકાર, સાંભળવાનો અધિકાર, ચાલવાનો અધિકાર, દોડવાનો અધિકાર, બેસવાનો અધિકાર, સૂવાનો અધિકાર,