અધૂરાં રહેલાં સપનાંને થોડાં થોડાં જીવી લઉં છું

(101)
  • 7.5k
  • 20
  • 1.6k

જિંદગીમાં જોયેલાં તમામ સપનાં પૂરાં થાય એવું જરૂરી તો નથી. કેટલાંક સપનાંઓ અધૂરાં રહેવા માટે જ સર્જાતાં હોય છે. ક્યારેક અચાનક જ એ સપનાં બેઠાં થઈ જાય છે. વિસરાઈ ગયેલાં અમુક દૃશ્યો નજર સામે તરવરી જાય છે અને દિલ થોડુંક તરફડી જાય છે. આપણે દિલને આશ્વાસન આપીએ છીએ. દિલ! તું શાંત થા. એ સપનાને લઈને તડપ મા. એ સપનું પૂરું ન થયું તો ન થયું. એમાં વાંક તારો પણ નથી અને મારો પણ નથી.