માઈક્રોફિક્શન - ૩

(23)
  • 3k
  • 1
  • 657

શિયાળાના દિવસો હતા ને બાબુભાઈ ગામ ના પાદરે થઈને ખેતરે જઈ રહ્યા હતા. સાંજે સાત વાગ્યાનો સુમાર, અંધકાર અને સાવ સુમસામ રસ્તો ! ત્યાંજ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, જાણે પોતાના બચાવમાં બુમો પાડી રહી હતી. બાબુભાઈ ના પગ રોકાઈ ગયા અને પછી એ અવાજની દિશામાં ચાલવા માંડ્યું. પણ એમનું મન માનતું નહોતું. ખોટી પળોજણમાં પડવું, ક્યાંક હાથ પગ ભાંગશે અને પાછો પંચાયતમાં કેસ ચાલશે. દીકરીના લગન માથે છે ને મૂડી તો છે નહિ, ક્યાંક ભરાઈ પડશું ને દીકરી રઝળી પડશે ! એટલે મન કાઠું કરીને ખેતર ની દિશામાં ચાલવા માંડ્યા. થોડેક ગયા ને ફરી તીણી ચીસ કાને પડી,ફરી બાબુભાઈ ના પગ થંભી ગયા. જે થવું હોય તે થાય પણ મારે એ સ્ત્રીને બચાવવી જોઈએ એ મારી ફરજ છે. દિલે દિમાગનો કબજો લઇ લીધો અને ઝડપથી એ દિશામાં ચાલવા માંડ્યું. સાવ સામાન્ય કાઠું હતું એમનું પણ અત્યારે ગજબની તાકાત જાણે આવી ગઈ તી. એ ઝાંખરી વટાવીને આગળ ગયા તો બે હરામખોર એક સ્ત્રી ને સતાવી રહ્યા હતા. હાથ માં રહેલી ડાંગ ઉગામી ને ત્રાડ નાખી, છોડી દે નહિ તો જીવતો નહિ મેલું ! પેલા બે હવસખોર બીક ના માર્યા ઉભી પુછડીયે નાઠા. પેલી સ્ત્રી ઝાડવા ના ઓથે ઉભી ઉભી સિસકી ભરી રહી હતી. બાબુભાઈ બોલ્યા, બેન મારી, ડર નહિ બહાર આવી જા, નરાધમો ભાગી ગયા છે ! અને એ સ્ત્રી બહાર આવી ને બોલી, બાપુ, તમે અને છુટ્ટા મોએ બાપુને વળગીને રોવા લાગી ! નીતા શાહ