તુમ બીન જીયા જાયે કૈસે

(41)
  • 4.4k
  • 9
  • 1.1k

પેલા યુવાન-તરુણે ફરી એક પથ્થર ઉપાડીને સમુદ્રમાં ફેંક્યો. સાંજે આ રીતે દરિયાકિનારે પથ્થરો મારવા આવવાનો તેનો આ નિત્યક્રમ હતો. તેના ખભે પાછળથી કોઈકે હાથ મુક્યો. તરુણે પાછુ વળીને જોયું તો ત્યાં રક્ષિત ઉભો હતો. “રક્ષિત એ મને છોડીને જતી રહી. દરિયો એને લઇ ગયો.!” રક્ષિતને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતા તરુણ બોલી રહ્યો. “એ પાછી આવશે દોસ્ત. એને આવવું પડશે. તું બસ આશા નહિ ગુમાવતો.” રક્ષિતએ કહ્યું.