સત્યના પ્રયોગો - ભાગ-1 - 24

(17)
  • 5.5k
  • 5
  • 1.5k

આ કૃતિમાં ગાંધીજીના બેરિસ્ટર (વકીલ) બનવાની વાત કરવામાં આવી છે. બેરિસ્ટર થવામાં વર્ષમાં 4 ટર્મ ભરવાની હોય એટલે કે 3 વર્ષમાં 12 સત્ર સાચવવાનાં હોય. દરેક સત્રમાં 24 ખાણાં હોય. ખાણામાં સારી વાનગીઓ અને પીવામાં દારૂ મળે. ગાંધીજી તો માત્ર રોટલી, બાફેલા બટાટાં અને કોબી જ ખાતાં. વિદ્યાર્થીઓ માટે એક જાતનું ખાણું અને બેન્ચરો (કોલેજના વડાઓ) માટે બીજા પ્રકારનું ખાવાનું મળે. ગાંધીજી અને એક અન્નાહારી પારસી વિદ્યાર્થીની અરજી સ્વીકારીને તેમને બેન્ચરોના ટેબલ પરથી ફળો અને બીજા શાક મળવા લાગ્યાં. ચાર જણ વચ્ચે દારૂની બે બોટલો મળે અને ગાંધીજી દારૂ ન પીવે એટલે બોટલ બાકીના ત્રણ વચ્ચે ઊડે, પરિણામે ગાંધીજીનું મહત્વ વધવા લાગ્યું. તે સમયે બે વિષયોની પરિક્ષા રહેતી. એક રોમન લો અને બીજો ઇંગ્લેન્ડનો કાયદો. ગાંધીજી રોમન લો લેટિનમાં વાંચતા. કોમન લો માટે તેમણે વ્હાઇટ, ટ્યૂડર, ગુડિવ જેવા લેખકોના પુસ્તકો વાંચ્યા. 1891ની દસમી જૂને ગાંધીજી બારિસ્ટર થયા અને 11મી જૂને ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં નામ નોંધાવ્યું. 12 જૂને ગાંધીજી ભારત આવવા માટે નીકળ્યા.