સત્યના પ્રયોગો - ભાગ-1 - 19

(22)
  • 6.2k
  • 9
  • 2.1k

ગાંધીજી સત્યના કેટલા આગ્રહી હતા તે આ પ્રકરણમાંથી જાણી શકાય છે. ગાંધીજીએ લખ્યું છે કે તે જમાનામાં વિલાયત જનારા હિંદીભાષી યુવાનો પોતાની વિવાહની વાત છુપાવતાં હતાં કારણ કે જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે હરવા-ફરવા અને મસ્તી કરવા ન મળે. ગાંધીજીએ પણ વેન્ટરના જે ઘરમાં તેઓ રહેતા ત્યાં એક દીકરાના બાપ હોવા છતાં પોતાની વિવાહની વાત છુપાવી હતી. વિદેશમાં ગાંધીજી એકવાર કોઇ હોટલમાં જમવા ગયા ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ ફ્રેન્ચ ભાષામાં લખેલી શાકાહારી વાનગીઓ શોધવામાં તેમને મદદ કરી હતી. ત્યારબાદ ગાંધીજી સાથે તેમનો સંબંધ બંધાયો અને લંડનમાં તેમના ઘરે ગાંધીજીની મુલાકાતો વધી. તે કુટુંબની યુવાન સ્ત્રીઓ સાથે ગાંધીજીનો પરિચય વધ્યો. ગાંધીજીને પોતાની વિવાહની વાત છુપાવવાનો અફસોસ થયો અને કુટુંબની વૃદ્ધ સ્ત્રીને પત્ર લખી સત્ય છુપાવવા બદલ માફી માંગી. તે ઘરમાલિક ગાંધીજીની વાતથી પ્રભાવિત થયા અને અગાઉની જેમ પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું.