સત્યના પ્રયોગો - ભાગ-1 - 17

(24)
  • 7.1k
  • 4
  • 2.1k

આ કૃતિમાં ગાંધીજીના ખોરાકના પ્રયોગોનું વર્ણન થયેલું છે. આહાર અંગેના પુસ્તકો વાંચીને ગાંધીજીએ ઘેરથી મંગાવેલી મીઠાઇઓ, મસાલા બંધ કર્યા. અગાઉ મસાલા વગરની ફિકી લાગતી બાફેલી ભાજી હવે તેમને સ્વાદિષ્ટ લાગવા માંડી.તે વખતે એક એવો પંથ હતો જે ચા-કોફીને નુકસાનકારક ગણતો હતો અને કોકોનું સમર્થન કરતો હતો. ગાંધીજીએ પણ ચા-કોફીનો ત્યાગ કરી કોકોનું સેવન કર્યું. ખર્ચ બચાવવા ગાંધીજી વિશીમાં ઓછા ખર્ચના વિભાગમાં જમવા જતાં. વિશીમાં બે વિભાગ હતા જેમાં એકમાં શિલિંગ અને બીજામાં પેનીમાં ખર્ચ થતો. ગાધીજી છ પેનીમાં જમતા હતાં. તેમણે રોટી, ફળ, પનીર, દૂધ અને ઇંડા ખાવાના વિવિધ અખતરાઓ કર્યા. ઇંડા માંસ નથી તેમ ધારીને તેઓએ ઇંડાનું પણ સેવન કર્યું. જો કે પાછળથી જ્ઞાન પ્રાપ્ત થતાં ઇંડા અને સાથે દૂધ અને કેકનો પણ ત્યાગ કર્યો. ગાંધીજી જે લત્તામા રહેતા તે બેઝવોટરમાં અન્નાહારી મંડળની સ્થાપના કરી સર એડવિન આર્નોલ્ડને ઉપપ્રમુખ થવા આમંત્રણ આપ્યું. ડોક્ટર ઓલ્ડફિલ્ડ પ્રમુખ બન્યા અને ગાંધીજી મંત્રી. જો કે થોડાક સમય પછી ગાંધીજીએ આ વિસ્તાર છોડી દીધો.