સત્યના પ્રયોગો - ભાગ-1 - 14

(25)
  • 9.1k
  • 5
  • 2.3k

આ કૃતિમાં ગાંધીજીના લંડન રહેવાના અનુભવોનું વર્ણન છે. ગાંધીજીને સ્ટીમરમાં રહેવા દરમ્યાન ખારા પાણીથી નાહવાનું રહેતું જેથી તેમને દાદર થઇ હતી. ડોક્ટર મહેતાએ દવાથી આ રોગ મટાડ્યો. તેમણે ગાંધીજીને કોઇ સારૂં ઘર શોધવા સલાહ આપી. ગાંધીજી જે મિત્રને ત્યાં રહેવા ગયા તેમણે મહેમાનગતિમાં કોઇ કચાશ ન રાખી પરંતુ મરીમસાલા વગરના શાક તેમના ગળે ઉતર્યા નહીં. મિત્રએ ગાંધીજીને માંસાહાર વગર ઇંગ્લેન્ડમાં નહીં રહી શકાય તેવી સલાહ આપી. ગાંધીજીએ માતાનું વચન માની માંસાહારથી દૂર રહ્યા. ગાંધીજી કહે છે કે મિત્રનું મકાન રિચમંડમાં હતું તેથી લંડન જવાનું અઠવાડિયામાં એક-બે વાર થતું. હવે મને કોઇ કુટુંબમાં મૂકવો જોઇએ તેવો વિચાર ડોક્ટર મહેતા અને ભાઇ દલપતરામ શુક્લએ કર્યો. તેમણે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક એગ્લોઇન્ડિયનનું ઘર શોધીને ગાંધીજીને ત્યાં મૂક્યા. લંડનમાં ગાંધીજી ડેઇલી ટેલિગ્રાફ જેવા વર્તમાનપત્રો વાંચતા થયા. તેમણે એક વેજિટેરિયન રેસ્ટોરન્ટ પણ શોધી નાંખ્યું. ગાંધીજીએ આ સ્થળેથી સોલ્ટનું ‘અન્નાહારની હિમાયત’ પુસ્તક એક શિલિંગમાં ખરીદ્યું.આ પુસ્તકની તેમના પર સારી અસર થઇ.