સત્યના પ્રયોગો - ભાગ-1 - 13

(23)
  • 7k
  • 5
  • 2.4k

આ કૃતિમાં ગાંધીજીના વિલાયત પહોંચવાનું વર્ણન છે. સ્ટીમરમાં મજમુદાર સિવાયના બધા અંગ્રેજો હોવાથી વળી ગાંધીજીને અંગ્રેજી ન આવડતું હોવાથી ઘણી મુશ્કેલી પડી. મજમુદારે ગાંધીજીને સલાહ આપી કે વકીલોએ સંકોચ છોડીને બધાની સાથે ભળી જવું પરંતુ ગાંધીજી શરમના માર્યા કોટડીમાંથી બહાર જ નહોતા આવતા અને પોતાની સાથે લાવેલી મીઠાઇ પણ ત્યાં જ ખાતા. ડેક પર એક અંગ્રેજે ગાંધીજીને માંસાહાર ખાવાની સલાહ આપી પરંતુ ગાંધીજી માતાની વાતનું સ્મરણ કરી તેનાથી દૂર જ રહ્યાં. સપ્ટમ્બરના અંતમાં ગાંધીજી સાઉધમ્પ્ટન બંદરે ઉતર્યા. ગાંધીજી પાસે ભલામણના ચાર કાગળો હતા. ડોક્ટર પ્રાણજીવન મહેતા પર સાઉધમ્પ્ટનથી તાર કરેલો અને કોઇએ વિક્ટોરિયા હોટલમાં રહેવાનું સૂચવતાં ગાંધીજી અને મજમૂદાર તે હોટલમાં ગયાં. ડો.મહેતાએ ગાંધીજીને વિદેશમાં રહેવાની રીતભાત શીખવી. હોટલનું ભાડું વધારે હોવાથી એક સિંધી ભાઇની સલાહથી ગાંધીજી અને મજમુદાર એક ભાડે રાખેલી કોટડીમાં રહેવા ગયા. ગાંધીજીને અહીં પોતાનું ઘર ઘણું જ યાદ આવતું પરંતુ અભ્યાસના ત્રણ વર્ષ પૂરા કર્યા વગર છૂટકો નહોતો. ગાંધીજી હજુ સુધી ઘરના ભાત પર જ નિર્ભર હતા.