આયુર્વેદ અને બ્રહ્માજી

(16)
  • 6.9k
  • 13
  • 2.1k

આયુર્વેદના ઇતિહાસ પર જો નજર નાખીએ તો એની ઉત્પણત્તિ મહર્ષિ દેવતા બ્રહ્માજી દ્વારા થઈ. જેમણે બ્રહ્મસંહિતાની રચના કરી. કહેવાય છે કે બ્રહ્મસંહિતામાં દસ લાખ શ્લો ક તથા એક હજાર અઘ્યાેય હતા, પરંતુ આધુનિક કાળમાં આ ગ્રંથ ઉપલબ્ધં નથી. આયુર્વેદના જ્ઞાનના આદિ સ્ત્રોત વેદને માનવામાં આવે છે. જોકે આયુર્વેદનું વર્ણન ચારોં વેદોંમાં કરવામાં આવ્યું છે, પણ અથર્વવેદ સાથે અધિક સામ્યધતા હોવાને કારણે મહર્ષિ સુશ્રુતજીએ ઉપાંગ અને મહર્ષિ વાગ્ભ ટ્ટજીએ ઉપવેદને સ્ત્રોત તરીકે ગણાવ્યું છે. મહર્ષિ ચરકજીએ પણ અથર્વવેદ સાથે સૌથી વધુ વિવરણ મળવાને કારણે આયુર્વેદને અર્થવવેદ સાથે જોડ્યું છે