તું તારી વેદનાને કેમ ખંખેરી નાખતો નથી

(72)
  • 7.5k
  • 20
  • 1.3k

વેદના, વ્યથા, પીડા અને દર્દ જિંદગીને ઘણી વખત ચારે તરફથી ઘેરી લે છે. દિલને ઠેસ વાગે પછી કળ વળતાં બહુ વાર લાગે છે. અમુક ઘા રૂઝાતા નથી, એ વકરતાં રહે છે. આપણે હર્ટ થઈએ છીએ. દુઃખી થઈએ છીએ. દિલ પર પડેલા ઉઝરડા દેખાતા નથી. એ મહેસૂસ થાય છે. ક્યાંય ગમતું નથી. જીવ ઠેકાણે રહેતો નથી. રડવાનું મન થાય છે પણ રડી શકાતું નથી. લડવાનું મન થાય છે પણ લડી શકાતું નથી.