ચાલ, આ વાતને હવે અહીં જ ખતમ કર!

(69)
  • 7.2k
  • 15
  • 1.4k

જે ગાંઠ છૂટી શકે તેમ હોય તો એને તોડવી નહીં એવું એક મહાન માણસે કહ્યું છે. એક ઘા અને બે કટકા કરી દેવાનું બહુ સહેલું હોય છે. અખંડ રાખવું જ અઘરું હોય છે. ઝઘડા થવા બહુ જ સ્વાભાવિક છે. ગમે એવો સમજુ માણસ પણ ક્યારેક ઉશ્કેરાય જતો હોય છે. રિએક્શન એ એક્શનનો પ્રત્યુત્તર છે. આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ તેના ઉપરથી આપણી સમજદારીનું માપ નીકળે છે.