નાજુક નમણી પ્રિયતમા - 13

(14)
  • 4.5k
  • 3
  • 1k

‘પ્રેમ ટેવોથી બને કે ટેવો પ્રેમથી.. ’ સમજાતું નહતું. રોજ રોજ આશુ સાથે નિર્દોષ – લાગણીભીની ઢગલો વાતોનો નશો કરવાનું મને વ્યસન થઈ ગયેલું એનો આજે છેક ખ્યાલ આવ્યો. ‘કોઇ પણ વ્યસન બહુ સારા નહી’ એવું તો નાનપણથી જ સાંભળતી આવેલી અને શારીરિક કે માનસિક હેરાનગતિ પહોંચાડે એવા નાનામાં નાના વ્યસનથી હું તીવ્રપણે સજાગ રહીને દૂર રહેતી, પણ આવા મીઠડાં વ્યસન વિશે મને કંઈ જ ખ્યાલ નહતો. હા એ હકીકત હતી કે આજે એ વ્યસન ના સંતોષાતા દિલ બેચેન હતું અને દિમાગ કામ કરતું અટકી ગયેલું. કોઇ જ વાતમાં ચિત્ત પુરોવી નહતી શકતી કે કોઇ જ વસ્તુ મને ખુશ નહોતી કરી શકતી. ‘નિર્દોષ વ્યસન’ પણ ‘હાર્મફુલ’ હોય કે ..!