અમુક સંબંધો હોય છે...ભાગ 11

(70)
  • 4.1k
  • 4
  • 1.4k

આગળ ભાગ 10 માં આપે જોયું કે અનમોલ, જાનવી અને એન્જલ ત્રણે ખુશી ખુશી પોતાના જીવનની નૌકાને પ્રેમના પ્રવાહમાં આગળ વહાવી રહ્યા હતા. ધીમે ધીમે દિવસો પસાર થતા એન્જલ યૌવનના ઉંબરે પગ મુકે છે. તેમનું યૌવન સોળે કળાએ ખીલી રહ્યું હતું. એન્જલમાં ક્યાંકને ક્યાંક જાનવીનું જ પ્રતિબિંબ જલકી રહ્યું હતું. જાનવી એન્જલને મમતાની સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો સાથ પણ આપી રહી હતી. એન્જલ દિવસ દરમ્યાન બનેન તમામ નાની મોટી વાતો જાનવી સાથે સેર કરતી. બંને ક્યારેક સાથે મુવી જોવા જતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. જયારે પણ બંને કોઈ પાર્ટીમાં જતા ત્યારે લોકો તેમને માં દીકરી નહિ પણ ફ્રેન્ડ જ સમજતા. સમય ઘણો વીતી ચુક્યો હતો આમ છતાં જાનવી પહેલા જેવી જ સ્લીમ દેખાઈ રહી હતી. જાનવી અને એન્જલના ચપ્પલનું માપ એક જ હતું, કપડાનું માપ પણ એક જ રહેતું. પરિણામે એન્જલ ક્યારેક જીદ કરીને જાનવીને જીન્સ અને ટીશર્ટ પહેરવા મજબુર કરી દેતી. બંને એકબીજાના પુરક હતા. એન્જલના જીવનમાં પ્રથમ સ્થાન જાનવીનું હતું. તેમના જીવનનું અસ્તિત્વ અને તેમનું સર્વસ્વ એક માત્ર તેમના માતાપિતા જ હતા. પણ કહેવા છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એન્જલના જીવનમાં નમનનું આગમન થતા જાનવી અને અનમોલ પ્રત્યેના એન્જલના વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે. આજ સુધી પોતાની માં સાથે તમામ વાતો સેર કરનાર એન્જલ હવે માં સામે જુઠ્ઠું બોલતા પણ અચકાતી નથી. નયન માટે તે કોઈ પણ પરિસ્થિતિ સામે નમવા તૈયાર હતી. એન્જલ અને નયનની પ્રથમ મુલાકાત થીયેટરમાં થઇ હતી. આ બંનેની મિત્રતા સમય જતા કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થઇ એ જોઈએ.