સ્વચ્છતા અને સહકાર ની વાત. ગ્રામ પંચાયતની કાર્યવાહી જેવી શરૂ થઈ કે તરત જ એક પછી એક ફરિયાદોનો ગોકીરો પણ આરંભાયો. લોકોની સમસ્યાઓ, ફરિયાદો અને તકલીફોના વાદળો જે ક્યારના ઘેરાયેલા હતા એ બધા વાદળો રજૂઆત માટે અધીરા બનેલા જણાય છે. માહોલ ભારે ગર્મીલો થતો જાય છે. સૌ પોતપોતાની રામકહાની કહેવા આતુર થયેલા છે.