સત્યના પ્રયોગો - ભાગ-1 - 5

(58)
  • 9.2k
  • 9
  • 3.6k

આ કૃતિમાં ગાંધીજી કહે છે કે સાચુ બોલનારે અને સાચુ કરનારે ક્યારે પણ ગાફેલ ન રહેવું જોઇએ. પોતાની પાસે પૂરતા પૂરાવા રાખવા જોઇએ. આ બાબતને પ્રસંગમાં ટાંકતા ગાંધીજી કહે છે કે એક વખત હાઇસ્કુલમાં સાંજે વ્યાયામ રાખ્યો હતો. હું પિતાજીની સેવા કરવા રોકાયો અને મોડો પડ્યો, શિક્ષકે બીજા દિવસે ઠપકો આપ્યો, મને ખૂબ દુઃખ થયુ સાથે મનમાં ભાવના હતી કે હું ખોટો નથી. વધુમાં ગાંધીજી આ પ્રકરણમાં પોતાના ખરાબ અક્ષર માટે પણ સંતાપ કરે છે, આ બાબતનો ખ્યાલ તેમને દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે વકીલોના મોતી જેવા દાણા જોઇને આવ્યો. ભાષા જ્ઞાન વિશે તેઓ કહે છે કે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતને એક ભાષામાં ગણી શકાય. ફારસી સંસ્કૃતને લગતી ભાષા છે, છતા બન્ને ભાષાઓ ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બન્ને વચ્ચે નિકટનો સંબંધ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે અરબી અને ફારસી ભાષાના જાણકારને સંસ્કૃત જાણવું આવશ્યક છે.