સત્યના પ્રયોગો - ભાગ-1 - 3

(81)
  • 16.2k
  • 10
  • 9.6k

આ પુસ્તકમાં રાષ્ટ્રપિતા ઘણા કડવા ઘૂંટ પીવે છે. ભારતમાં વર્ષોથી જળાની જેમ વળગેલા બાળલગ્નનો ભોગ કેવી રીતે બન્યા તે વર્ણવે છે. એક વાર તો તેઓ કહે છે જ્યારે મારા લગ્ન 13 વર્ષની ઉઁમર કરી દેવામાં આવ્યા ત્યારે એ પ્રથમ રાત્રિએ, બે નિર્દોષ બાળકોએ વગર જાણ્યે સંસારમાં ઝંપલાવ્યું હતું. આ પુસ્તક લખ્યું ત્યારે તેમણે પિતાના તેમના લગ્નના નિર્ણયની ટીકા કરી હતી. ગાંધીજી તેમના લગ્નને જીવનનો અવળો પ્રસંગ કહે છે, જેનો ડંખ તેમને લાંબા સમય સુધી રહ્યો હતો. ગાંધીજીએ ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે મારી એક પછી એક ત્રણ સગાઇ થયેલી, જો કે તે ક્યારે થઇ તેમની મને કશીયે ખબર નથી. મને કહેવામાં આવ્યું હતું કે બે કન્યાઓ એક પછી એક મરી ગઇ.